શ્રીરામ હાઈટેક નર્સરી: યુવા ખેડૂત સતિષભાઈ પટેલની, સફળતા અને બાગાયત ખાતાનું માર્ગદર્શન
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ખદલપુર ગામના યુવા ખેડૂત સતિષભાઈ વિષ્ણુભાઈ પટેલે પરંપરાગત ખેતીમાં નવી ટેક્નોલોજી જોડીને પોતાની આગવી ઓળખ બનાવી છે. બાપ-દાદાથી મળેલી ધરું ઉછેરવાની પરંપરા આગળ ધપાવતાં તેમણે સરકારની નેટ હાઉસ યો
શ્રીરામ હાઈટેક નર્સરી: યુવા ખેડૂત સતિષભાઈ પટેલની સફળતા અને બાગાયત ખાતાનું માર્ગદર્શન


મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ખદલપુર ગામના યુવા ખેડૂત સતિષભાઈ વિષ્ણુભાઈ પટેલે પરંપરાગત ખેતીમાં નવી ટેક્નોલોજી જોડીને પોતાની આગવી ઓળખ બનાવી છે. બાપ-દાદાથી મળેલી ધરું ઉછેરવાની પરંપરા આગળ ધપાવતાં તેમણે સરકારની નેટ હાઉસ યોજના હેઠળ સહાય મેળવી 4,000 ચો.મી.ના 5 સ્ટ્રક્ચર ઉભા કરીને હાઈટેક નર્સરી શરૂ કરી છે. આ પદ્ધતિથી રોગચાળો ઘટ્યો, ઉત્પાદન વધ્યું અને ગુણવત્તાયુક્ત રોપા ઉપલબ્ધ બન્યા.

સતિષભાઈની નર્સરીમાં દર વર્ષે આશરે 1 કરોડ જેટલા રોપા તૈયાર થાય છે, જેમાં કોબીજ, ફુલાવર, ટામેટા, મરચાં, રીંગણાંથી લઈને પપૈયાં સુધીના રોપાનો સમાવેશ થાય છે. આ રોપા મહેસાણા સિવાય સૌરાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચે છે. તેઓનો વાર્ષિક ટર્નઓવર આશરે 1 કરોડ રૂપિયા જેટલો છે, જેમાંથી 25-30% જેટલો નફો રહે છે.

આ સફળતા પાછળ બાગાયત ખાતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. વિભાગ ખેડૂતોને નેટ હાઉસ, પોલીહાઉસ, ડ્રિપ સિંચાઈ જેવા પ્રોજેક્ટમાં સબસિડી અને તાલીમ પૂરી પાડે છે. સતિષભાઈની શ્રીરામ હાઈટેક નર્સરી NHBમાં નોંધાયેલી હોવાથી ખેડૂતોને અહીંથી ખરીદેલા રોપા પર સબસિડીનો લાભ પણ મળે છે.

સતિષભાઈએ સાબિત કર્યું છે કે ઉત્સાહ, મહેનત અને સરકારના માર્ગદર્શનથી ખેતીમાં કરોડોની કમાણી સાથે સમાજને પ્રેરણા પણ આપી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande