પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમા જુના ફુવાર નજીક આવેલી રૂપાળીબા લેડી હોસ્પિટલ નજીક આવેલી ફ્રુટની લારી દુર કરવાની કામગીરી મનપા દ્રારા એકાએક કરવામા આવી હતી કેટલીક લારી મનપાના ટ્રેકટરમા ભરી લેવામા આવી હતી આ લારી દુર કરવા અંગે મનપા દ્રારા હાલ કોઇ વિગત જાહેર કરવામા આવી નથી આ કામગીરી પૂર્ણ થયા બાદ વિગત આપવામા આવશે તેવુ જાણવા મળી મનપા દ્રારા એકાએક ફ્રુટની લારી દુર કરવાની કામગીરી શરૂ કરવામા આવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે લારી અંગે કોઈએ મનપાને કોઈ અસરકાર રજુઆત કરી હતી કે કેમ તેને લઈ પણ ચર્ચા જોવા મળી રહી છે.
મનપા દ્રારા કેટલીક લારી ટ્રેકટરમા ભરી લેવામા આવી હતી તો કેટલાક લારીવાળાને સ્વૈરછાએ દુર કરવા અંગે સુચના આપવામા આવી છે. હાલ લારી દુર કરવાની કામગીરીને લઇ ભારે ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya