જામનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમા રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો 'અંગારા રાસ' આ ગરબીની ઓળખ છે. બહોળી સંખ્યામાં લોકો આ રાસ નિહાળવા ઉમટી પડે છે. અંગારા રાસ તથા મશાલ રાસમાં ખેલૈયાઓ આગ સાથે રમે છે.
અંગારા પર નૃત્ય કરી ગરબે ઘૂમતા ખેલૈયાઓ જાણે ભક્તિ માર્ગમાં ઉગ્ર તપસ્યાનું પ્રતિક હોય એમ જણાય છે. આ જોખમી રાસમાં મહારથ મેળવવા માટે ખેલૈયાઓ મહિનાઓ સુધી પ્રેક્ટીસ કરતા હોય છે અને નવરાત્રિમાં પ્રતિદિન અંગારા રાસ જમાવટ કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt