લિંબાયતમાં, બે બહેનો પર ત્રીજી બહેનના દિયર દ્વારા જીવલેણ હુમલો
સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-લિંબાયત વિસ્તારમાં રહેતી બે યુવતીને તેની ત્રીજી બહેનને વલસાડથી મુકવા માટે આવી હતી. આ સમયે બહેનના દિયરે એલ ફેલ ગાળો આપી હતી. જોકે યુવતીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાય જઈને પોતાની પાસેનું ચપ્પુ કાઢી યુવતીને ઉપરા છાપરી ત્રણથી
લિંબાયત પોલીસ મથક


સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-લિંબાયત વિસ્તારમાં રહેતી બે યુવતીને તેની ત્રીજી બહેનને વલસાડથી મુકવા માટે આવી હતી. આ સમયે બહેનના દિયરે એલ ફેલ ગાળો આપી હતી. જોકે યુવતીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાય જઈને પોતાની પાસેનું ચપ્પુ કાઢી યુવતીને ઉપરા છાપરી ત્રણથી ચાર જીવલેણ ઘા મારી દીધા હતા. જેથી બીજી બહેન છોડાવવા વચ્ચે આવતા તેને પણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં પરંતુ અભી તો જિંદા જાને દે રહા હું ફિર સે મેરે સામને આઈ તો જાન સે માર દુંગા તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનારે આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં આવેલ અતુલ એરીયા ગામમાં રહેતા સોહીલ સાદીક પઠાનની 20 વર્ષની નાઝિયા તથા તેની બહેન જોયા ગત તારીખ 21/9/2025 ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં તેમની બહેન જીનતને લિંબાયતમાં ડુબાલ ટેનામેન્ટ ખાતે આવેલ તેમના સાસરીમાં મુકવા માટે આવ્યા હતા. બંને બહેનો ત્રીજી બહેનને સાસરીમાં મૂકવા માટે ઘરે જતાની સાથે જ જીનતના દિયર જાવીદ ભીખન પઠાણ એ જોયા ને એલ ફેલ ગાળો આપી હતી. જેથી નાઝીયાએ ગાળો આપવાની ના પાડતા જાવેદ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી નાઝિયાને ખભા ઉપર તથા હાથ ઉપર અને પગના સાથળના ભાગે તથા ઢીંચણમાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. એટલું જ નહીં તેને બહેન જોયા વચ્ચે પડતા તેમને પણ મોઢા પર હાથ ઉપર અને પગ ઉપર ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં જાવીદ પઠાણે અભી તો તુજે જિંદા જાને દે રહા હું, ફિર સે મેરે સામને આઈ તો જાન સે માર દુંગા તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે બનાવને પગલે આ મામલે નાઝિયાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીનતના દિયર જાવીદ પઠાણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande