સુરતમાં ખાડાએ લીધો યુવાનનો જીવ, બાઈક સ્લીપ થતાં કન્ટેનર ચડી ગયું માથે
સુરત , 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાં વધતા ખાડા અંગે વારંવાર ફરિયાદો છતાં તંત્ર બેદરકાર રહ્યું છે. આ બેદરકારી હવે જીવલેણ સાબિત થઈ છે. અમરોલી વિસ્તારમાં રસ્તાના ખાડાને કારણે થયેલા અકસ્માતમાં એક યુવકનું દુઃખદ મોત થયું છે, જ્યારે બે અન્ય યુવકો ઘાયલ થયા છે
સુરતમાં ખાડાએ લીધો યુવાનનો જીવ


સુરત , 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાં વધતા ખાડા અંગે વારંવાર ફરિયાદો છતાં તંત્ર બેદરકાર રહ્યું છે. આ બેદરકારી હવે જીવલેણ સાબિત થઈ છે. અમરોલી વિસ્તારમાં રસ્તાના ખાડાને કારણે થયેલા અકસ્માતમાં એક યુવકનું દુઃખદ મોત થયું છે, જ્યારે બે અન્ય યુવકો ઘાયલ થયા છે.

માહિતી અનુસાર, માસમા ગામથી જહાંગીર વરિયાવ મારફતે ઘરે પરત ફરી રહેલા ત્રણ યુવકોની બાઈક અચાનક રસ્તાના ખાડામાં ઘુસી જતા સ્લીપ થઈ હતી. પરિણામે ત્રણેય રોડ પર પટકાયા. તે દરમિયાન પાછળથી આવતા કન્ટેનરનાં પૈડાં તેમના પર ચડી ગયા. ઘટનામાં 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અન્ય બે યુવકોને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે.

શંભુનાથ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના સમયે તેઓ પોતાના સાથી વિકાસભાઈ જાંબુકિયા અને સોનું નામના યુવક સાથે બાઈક પર સવાર હતા. અકસ્માત બાદ સ્થળ પર લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરવામાં આવી.

આ અકસ્માતનો સમગ્ર દૃશ્ય નજીકનાં CCTV કેમેરામાં કેદ થયો છે. અમરોલી પોલીસે કન્ટેનર ડ્રાઈવર બેચેન પાછુ યાદવ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande