ભાવનગર 24 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભાવનગર મંડળના પોરબંદર સ્ટેશનથી ચાલતી ટ્રેન નં. 12905 પોરબંદર–શાલિમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. 25.09.2025 (ગુરૂવાર)ના રોજ પોરબંદરને બદલે અમદાવાદ જંકશન સ્ટેશનથી ઉપડશે. અમદાવાદ જંકશન સ્ટેશનથી પ્રસ્થાનનો સમય ૧૭:૪૦ કલાકનો રહેશે.
આ રીતે આ ટ્રેન પોરબંદર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ (Partial Cancelled) રહેશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે દક્ષિણ પૂર્વ રેલવે તથા પૂર્વ રેલવે ક્ષેત્રમાં કુર્મી આદિવાસી આંદોલનના કારણે પેયરિંગ રેક 12950 સાંતરાગાછી-પોરબંદર કવિગુરૂ સુપરફાસ્ટ મોડું ચાલી રહી છે. પેયરિંગ રેકમાં થયેલા આ વિલંબને કારણે રેલ પ્રશાસને આ નિર્ણય લીધો છે કે 25 સપ્ટેમ્બરે ચાલતી ટ્રેન નં. 12905ને પોરબંદરનાં સ્થાને અમદાવાદથી ચલાવવામાં આવે.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનના સમય, ઠેરાવ તથા રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ