જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાદરવો મહિનો પૂર્ણ થતા મંગળવારે ઉઘડતી બજારે પણ હાપા માર્કેટીંગ યાર્ડની જણસની આવકમાં વધારો જોવા મળ્યો સૌથી વધુ ભાવ કાળા તલના રૂ.૨૫૦૦ થી ૪૨૪૦ બોલાયા હતા જયારે આવકની વાત કરીએ તો સૌથી વધુ લસણની આવક થવા પામી હતી જે ૨૮૯૨ મણ ૩૯ ખેડુતો દ્વારા લાવવામાં આવ્યુ હતું ભાવની વાત કરીએ તો લસણના ૪૫૦ થી ૮૦૦ સુધી લેવાયા હતા જયારે ગરીબની કસ્તુરી ડુંગળીના ભાવ મણના ૪૦ થી ૨૫૫માં સોદા પડયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૨૫૦ થી ૪૨૫, ઘઉં ૪૯૮ થી ૫૩૫, મગ ૧૨૮૦ થી ૧૬૮૦, અળદ ૯૪૦ થી ૧૩૨૫, તુવેર ૪૫૦ થી ૧૧૮૫, ચોળી ૫૦૦ થી ૧૧૫૦, વાલ ૪૮૫ થી ૯૩૫, ચણા ૯૦૦ થી ૧૦૯૫, ચણા સફેદ ૯૫૦ થી ૧૭૦૦,મગફળી જીણી ૭૫૦ થી ૧૦૧૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૫૦, તલી ૧૫૦૦ થી ૧૯૫૦, કપાસ ૧૩૦૦ થી ૧૪૬૦, જીરૂ ૨૫૦૦ થી ૩૫૫૦, અજમો ૧૦૦૦ થી ૨૬૪૦, અજમાની ભૂસી ૧૦૦ થી ૧૪૪૦, ધાણા ૧૦૭૦ થી ૧૪૭૦, ધાણી ૧૨૧૦ થી ૧૪૯૦, ડુંગળી સુકી ૪૦ થી ૨૫૫, શીંગ દાણા ૧૦૦૦ થી ૧૨૧૫ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૧૫૬૭૨ મણ ગુણી ૬૨૧૩ જે ૪૫૮ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે કાળા તલ બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો રહયા હતા.તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ.એ.પટેલની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt