જામનગરના બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા દંપત્તિ માટે પવિત્ર જીવનયાત્રા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર બ્રહ્માકુમારી રત્નાગર ભવન સેવા કેન્દ્રના પ્રભારી બી.કે.સુષ્મા દીદીના સાનિધ્યમાં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા દંપત્તિનું સન્માન સમારોહ કાર્યક્રમ નું ધ્રોલના વાકિયા ખાતે આંબા ભગતની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું
બ્રહ્માકુમારીઝ


જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર બ્રહ્માકુમારી રત્નાગર ભવન સેવા કેન્દ્રના પ્રભારી બી.કે.સુષ્મા દીદીના સાનિધ્યમાં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા દંપત્તિનું સન્માન સમારોહ કાર્યક્રમ નું ધ્રોલના વાકિયા ખાતે આંબા ભગતની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું ,આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સેવા કેન્દ્રના બી.કે. ડો. દામિની અને તીર્થરાજ પ્રયાગના મુખ્યપ્રસાશિકા બી.કે.મનોરમા દીદી ઉપસ્થિત રહી જામનગરના જિજ્ઞાસુઓને જ્ઞાનઅમૃત પીરસ્યું હતું.

જામનગર બ્રહ્માકુમારી દ્વારા આ કાર્યક્રમ ધ્રોલના આંબા ભગતની જગ્યામાં આયોજિત કરવામાં આવ્યો હતો, શરૂઆત ધ્રોલ સેવા કેન્દ્રના બી.કે. પ્રકાશ બહેન દ્વારા સર્વે મહેમાનોનું કુમકુમ તિલક અને પુષ્પ વર્ષા થી સ્વાગત કરવામાં આવ્યું હતું, ડો. બી.કે. દામિનીના સ્વરથી સમગ્ર માહોલ ઈશ્વરમય બની ગયો હતો. આ કાર્યક્રમમાં ધ્રોલની બાળાઓ દ્વારા બ્રહ્માકુમારીના આધ્યાત્મિક ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેનાર પાંચ વર્ષથી વધુ જ્ઞાનમાં ચાલતા ૬૨ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સાથે સંકળાયેલા યુગલો ને સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રયાગરાજથી પધારેલા બી.કે. મનોરમા દીદી એ પોતાની મધુર વાણીથી દંપત્તિને જીવનમાં સંતુલન કેવી રીતે જાળવવું આધુનિક સમયના કળિયુગના વાતાવરણમાં શાંતિ-સ્નેહ અને ભાઈચારાથી સમાજ જીવનમાં કેવો વ્યવહાર કેળવવો તે સહિતની બાબતો વિસ્તારથી ઉપસ્થિત સર્વે ભાઈ-બહેનોને સમજ આપી હતી.

​​​​​​

આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્માકુમારી પરિવારના જામનગર સેવા કેન્દ્ર, ધ્રોલ સેવા કેન્દ્ર, કાલાવાડ સેવા કેન્દ્ર સહિતના સમગ્ર હાલારના ભાઈઓ-બહેનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande