સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)- વરસાદે હાલ વિરામ લેતાં માર્ગ અને મકાન વિભાગ-1, સુરત દ્વારા
કડોદરા અંડરપાસમાં સફાઇ તેમજ ગંદકી દૂર કરવાની કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી
છે. આ કામગીરી પૂર્ણ થતા કડોદરા અંડરપાસ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સુગમ બનશે
તેમજ જનતા માટે અવરજવર સરળ બની રહેશે.
રાજ્યમાં મેઘમહેર બાદ નુકસાનગ્રસ્ત
રસ્તાઓની મરામત, પાણીના ભરાવો થતો હોય એવા સ્થળોએ પાણીનો નિકાલ અને સાફ સફાઈની
કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને કડોદરા અંડરપાસમાં વરસાદી વિરામ બાદ
સફાઇ કામગીરીનો પ્રારંભ થતા વાહનચાલકોને રાહત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે