અંબાજી24 સપ્ટેસ્બર (હિ. સ)શારદીય નવરાત્રીનું મહત્વ કોઈ એક
રાજ્ય માં નહિ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળતું હોય છે ત્યારે સવિશેષ રાજા રજવાડાઓ પણ
નવ દિવસ માતાજીનું અનુ સ્થાન કરી માતાજીની આરાધના કરતા હોય છે અનેક મંદિરો માં અને
ઘરોમાં માતાજીની નવરાત્રીનું સ્થાપન થતું હોય છે ત્યારે આજે આપણે વાત કરીશુ દાંતા
સ્ટેટ વખતના રાજવી પરિવારમાં કેવી રીતે થાય છે આ નવરાત્રીની પૂજા અર્ચના જ્યાં નવરાત્રીમાં જવેરા વાવી એક ઘટ્ટ એટલે કે એક ઘડાનું સ્થાપન
કરાતું હોય છે ત્યારે રાજવી પરિવારમાં બે ઘડાનું સ્થાપન સાથે જવેરા વાવવામાં આવે
છે દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવારમાં વર્ષ પરંપરાગતરીતે જે રાજાની ગાદી ઉપર
બિરાજમાન હોય છે તેના દ્વારા આ નવરાત્રીનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવતું હોય છે
દાંતામાં ઇ.સ.1156થી આ
પૂજા અર્ચના થતી આવી છે અને 2000 વર્ષ પૌરાણિક મંદિર માંપેઢી દર પેઢી થી આ નવરાત્રીનું સ્થાપન
કરવામાં આવે છે.
ઇ.સ 1601માં આ દાંતા સ્ટેટ વખતનું બનેલા આ મંદિરમાં 40 મી પેઢી હાલ માતાજીની પૂજા અર્ચના કરી
સુખાકારી માટેની પ્રાર્થના કરે છે. મહત્વની બાબત તો એ છે કે, આ નવરાત્રી દરમિયાન રાજવી પરિવાર
દ્વારા પાવડી પૂજા કરવામાં આવે છે અને જે દાંતા ના રાજા હોય તે માતાજીના ચરણની
પૂજા કરતા હોય છે ત્યાર પછીજ આગળ વધતા હોય છે નવરાત્રી દરમિયાનરાજવી પરિવારમાં 2 ઘટ્ટસ્થાપન કરવામાં આવે છે જેમાં એક
પોતાને ત્યાં મૂર્તિ પૂજનનું જયારે બીજું શક્તિપીઠ અંબાજી ના યંત્ર પૂજનનું આમ 2 ઘટ્ટ સ્થાપન કરવામાં આવે છે સાથે જે
જવેરા વાવવામાં આવે છે તે અંબાજી ખાતે દુર્ગાષ્ટમીના દિવસે, લઇ જવામાં આવે છે અને
તેની પણ પૂજા કરવામાં આવે છે.
આમ દાંતા સ્ટેટના રાજવી આજે પણ પોતાની 40 મી પેઢીની પરંપરા અકબંધ રાખવામાં આવી
છે. રાજાની ગાદી ઉપર જે સ્થાપીત હોય તે પરંપરાગત પોશાકમાં મંદિરે પહોંચી, પૂજારી
દ્વારા તેમનું સ્વાગત કર્યા બાદ રાજવી દ્વારા માતાજીની પૂજા અર્ચનાને આરતી
કરવામાં આવે છે, એટલુંજ નહિ આ રાજ મહેલમાં રજવાડા વખતની રાજાની ગાદીની પણ આ
નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આમ નવરાત્રી દરમિયાન મહત્તમ
વિધિ પુજારીઓ દ્વારા થતી હોય છે અને અંતે રાજવી મંદિરમાં આવી પૂજા અર્ચના અને આરતી
કરતા હોવાનુ રિદ્ધિરાજ
સિંહજી પરમાર (દાંતા સ્ટેટ રાજવી) દાંતાએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ