સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે ઓફિસ ધરાવતા હીરા વેપારીનો જી.એ.ડીમાન્ડ નામની એપ્લીકેશન મારફતે બે ઠગબાજએ સંપર્ક કરી તેમની પાસેથી 15.15 લાખના મત્તાનો હીરાનો માલ ખરીદ્યા બાદ આરટીજીએસથી પેમેન્ટ ટુકવી આપ્યું હોવાનુ કહી બોગસ રસીદ બતાવી છેતરપિંડી કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા રોડ, બરોડા સ્ટેજ,બી.પી.કમ્પાઉન્ડમાં રહેતા અને ત્યાંજ નિજાનંદ ડાયમંડના નામથી રફ લેબ્ગ્રોન હિરાની ખરીદી કરી તેને પોલીશ્ડ કરી વેચાણ કરતા નિલેશ અશોકભાઈ પટેલ(ઉ.વ.38) સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. આરોપી અમન બરત રાખોલીયા (રહે,ચંપકભાઈની ચાલ, બરોડા પ્રિસ્ટેજ, વરાછા) અને કપીલ વિનોદ ગુંદીગરા (રહે, સિલ્વર પ્લાઝા શીરડીધામ સોસાયટી પાસે, વરાછા)એ જી.એ.ડીમાન્ડ નામની એપ્લીકેશનમાં પોલીસ્ડ હીરાનો માલ ખરીદવાની પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ જાઈ નિલેશભાઈએ તેમાં આપેલ નંબર ઉપર કોલ કરી આરોપીઓને તેમની પાસે પોલીસ્ડ હીરાનો માલ છે હોવાની વાત કરી ઓફિસમાં આવી હીરા બતાવી જવાની વાત કરી હતી. જાકે આરોપીઓએ હાલ તેમની ઓફિસમાં હિરા ખરીદનાર વેપારીઓ બેઠા છે. અમે તમારી ઓફિસમાં આવી માલ સિલેકટ કરી લઈ જશુ હોવાનુ કહી ગત તા 8 એપ્રિલના રોજ નિલેશભાઈને અોફિસે આવી 15,15,652ના મત્તાનો હીરાનો માલ ખરીદ્યો હતો. જેની સાથે આરોપીઓએ નિલેશભાઈને ચેક આપ્યા હતા તે ચેક તેઓ બેન્કના ખાતામાં જમા કરાવતા એકાઉન્ટ બંધ હોવાના શેરા સાથે પરત થયો હતો. આ અંગે આરોપીઓને વાત કરતા તેઓઍ ટેકનીકલ ઈશ્યુના કારણે ચેક રિટર્ન થયો છે હું તમને આરટીજીઍસ થી રૂપિયા ચુકવી આપુ છુ કહી આરટીજીઍસ કર્યુ હોવાની બોગસ રસીદ આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે વરાછા પોલીસે નિલેશભાઈની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે