સસ્તામાં ઈમ્પોટેડ ગોલ્ડ મેળવવાની લાલચમાં હીરાના વેપારીએ 18.82 લાખ ગુમાવ્યા
સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતા વેપારીને ત્રણ ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. તેઓએ ઈમ્પોર્ટેડ ગોલ્ડ અપાવવાનું કહીને તેમની પાસેથી રૂપિયા 18.82 લાખ પડાવી લઇ નિત નવા બહાના કાઢી પૈસા પરતઆપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા અને ગોલ્ડ પણ આપ્યું
Gold


સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતા વેપારીને ત્રણ ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. તેઓએ ઈમ્પોર્ટેડ ગોલ્ડ અપાવવાનું કહીને તેમની પાસેથી રૂપિયા 18.82 લાખ પડાવી લઇ નિત નવા બહાના કાઢી પૈસા પરતઆપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા અને ગોલ્ડ પણ આપ્યું ન હતું. જેથી વેપારીએ પૈસા પરત માંગણી કરતા ઠગબાજોએ હાથ ઊંચા કરી લીધા હતા. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આખરે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 18.82 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ઉતરાણ વિસ્તારમાં આવેલ શાલીગ્રામ સ્ટેટસ બિલ્ડિંગમાં રહેતા ગીરીશભાઈ ભગવાનભાઈ ગોટી વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 20/3/2024 પહેલા તેઓ ધર્મેશભાઈ વિશાભાઈ પટેલ (રહે શાલીન એપાર્ટમેન્ટ કતારગામ) અને હીરા દલાલ શૈલેષ બાબુભાઈ શાહ (રહે કૈલાશ નગર શેત્રફળ મંદિરની સામે)ના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ ગીરીશભાઈને મળવા માટે વરાછામાં મીની બજાર ખાતે નવરત્ન ચેમ્બરમાં આવેલ તેમની ઓફિસમાં મળવા માટે આવ્યા હતા. જ્યાં બંને ગીરીશભાઈ સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની પાસે જાણીતો એજન્ટ હોવાની અને ઈમ્પોર્ટેડ ગોલ્ડ સસ્તા ભાવે આપતો હોવાની લાલચ આપી હતી. જેથી ગીરીશભાઈ પણ તેમની વાત પર ભરોસો કરી બેઠા હતા અને ધર્મેશ તથા શૈલેષના જાણીતા એજન્ટ અનુજકુમાર અશોકકુમાર સોની મારફતે ઈમ્પોર્ટેડ ગોલ્ડ લેવા માટે તૈયારી બતાવી હતી. ત્યારબાદ બંનેએ અનુજ સોની (રહે ગંગા મંદિર પાસે ગૌશાળા રોડ સરદાર શહેર રાજસ્થાન) ભેગા મળીને ગીરીશભાઈ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 18.82 લાખ પડાવી દીધા હતા. જોકે ત્યારબાદ ગોલ્ડ આપ્યો ન હતું અને માત્ર ગલ્લા તલ્લાં કરી સમય પસાર કર્યો હતો. જેથી આખરે ગીરીશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અહેસાસ છતાં તેઓએ ગતરોજ વરાછા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande