ઉમરવાડામાં ચાઇનીઝની લારી ચલાવતા યુવક પર જીવલેણ હુમલો
સુરત , 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના વિસ્તારમાં રહેતો અને ચાઈનીઝની લારી ચલાવતા યુવકને ત્રણ સ્થાનિક યુવકોએ ઢીક મુક્કીનો ઢોર માર મારી ચપ્પુના ઘા મારી દીધા હતા. જોકે આ ઝઘડા પાછળનું કારણ માત્ર રાત્રે મોડે સુધી ચાઈનીઝની લારી ચલાવવાનું હોવાનું ભોગ બનનાર યુવક
સલાબતપુરા પોલીસ


સુરત , 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના વિસ્તારમાં રહેતો અને ચાઈનીઝની લારી ચલાવતા યુવકને ત્રણ સ્થાનિક યુવકોએ ઢીક મુક્કીનો ઢોર માર મારી ચપ્પુના ઘા મારી દીધા હતા. જોકે આ ઝઘડા પાછળનું કારણ માત્ર રાત્રે મોડે સુધી ચાઈનીઝની લારી ચલાવવાનું હોવાનું ભોગ બનનાર યુવકે પોલીસને જણાવ્યું છે. ત્રણેય ઈસમોએ ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી હાલ તો પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડા ખાતે ગાંધીનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો નાઝીમ ઉર્ફે કપડા પયાજ શેખ ચાઈનીઝ ની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સલાબતપુરા વિસ્તારમાં ઉમરવાડા હેલ્થ સેન્ટર પાસે આવેલ અનામત મસ્જિદ ની પાસે જ તે ચાઈનીઝ ની લારી ચલાવે છે. ગતરોજ તારીખ 23/9/2025 ના રોજ રાત્રે 12:30 વાગ્યાના અરસામાં નાઝીમ ઉર્ફે કપડા પોતાની ચાઈનીઝની લારી પર ઊભો હતો. ત્યારે ઉંમરવાડામાં જ રહેતો હુસેન ઉર્ફે માસુમ શેખ તથા ચીમની ટેકરામાં રહેતો અદનાન ઉર્ફે આરસી પુરૂદ્દીન શેખ અને ભાઠેનાના રઝાનગરમાં રહેતો રિઝવાન ઉર્ફે કાલિયો રિયાઝ સૈયદ તેમની પાસે આવ્યા હતા. આ ત્રણેય ઈસમોએ નાજીમ ઉર્ફે કોપરાને ઢીંક મુક્કીને ઢોર માર મારી એલફેલ ગાળો આપી હતી. જેથી નાજીમે ગાળો આપવાની ના પાડતા ત્રણેય ઈસમો પૈકી હુસેન ઉર્ફે માસુમ શેખે પોતાની પાસે રાખેલ ચપ્પુ કાઢી નાઝીમ ને બે થી ત્રણ ઘા મારી દીધા હતા અને એટલું જ નહીં પરંતુ ત્રણેય ઈસમોએ હમકો બોલ કે બીના અપને દેર રાત તક ચાઈનીઝ કી લારી ચાલુ રખા તો તેરે કો જાન સે માર ડાલેંગે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર નાઝીન એ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande