જીએસટીમાં ઘટાડો: મોબાઇલ એસેસરીઝ સસ્તી, સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં ગ્રાહકોમાં ઉત્સાહ
અમરેલી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં મોબાઇલ એસેસરીઝના બજારમાં તાજેતરમાં ખુશીના સંકેત જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરાતા હવે મોબાઇલ એસેસરીઝ સસ્તી થવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને સાવરકુંડલા શહેર સહિત જિલ્લાન
સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં ગ્રાહકોમાં ઉત્સાહ


અમરેલી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં મોબાઇલ એસેસરીઝના બજારમાં તાજેતરમાં ખુશીના સંકેત જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરાતા હવે મોબાઇલ એસેસરીઝ સસ્તી થવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને સાવરકુંડલા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો પર આવેલી દુકાનોમાં આ અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.

સાવરકુંડલાના લીમડી ચોક વિસ્તારમાં પોતાની દુકાન ચલાવતા વેપારી રફીક જાદવએ જણાવ્યું કે અગાઉ જે મોબાઇલ કવર 200 રૂપિયામાં વેચાતા હતા તે હવે 100 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સાથે મોબાઇલ ગ્લાસ, બ્લુટુથ, મોબાઇલ ચાર્જર, આઈ-બેન્ડ અને બીયર બોર્ડ જેવી વિવિધ એસેસરીઝમાં પણ 30 થી 50 ટકા સુધી ઘટાડો થશે. વેપારીઓનો અંદાજ છે કે આવતા દિવસોમાં આ વસ્તુઓના ભાવ વધુ સસ્તા થઈ શકે છે, જેના કારણે ગ્રાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને પણ ગ્રાહકોનો ઉત્સાહ દીઠે-દીઠે વધી રહ્યો છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને ત્યાર બાદ દિવાળી આવવાની છે, જેના કારણે બજારમાં ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. અગાઉ જ્યાં એક દુકાને રોજના 50 થી 60 જેટલા ગ્રાહકો આવતા હતા, હવે તે સંખ્યા વધીને 70 થી 80 સુધી પહોંચી છે. એટલે કે જીએસટી ઘટાડો સીધો બજારમાં ગ્રાહક આવક પર અસર કરી રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું કે મોબાઇલ એસેસરીઝ યુવાનો માટે રોજિંદા જીવનમાં જરૂરી બની ગઈ છે. ખાસ કરીને મોબાઇલ કવર અને ગ્લાસ જેવી વસ્તુઓ સતત ડિમાન્ડમાં રહે છે. તેથી ભાવમાં ઘટાડો થતાં લોકો હવે એક સાથે વધુ એસેસરીઝ ખરીદી રહ્યા છે. કેટલાક ગ્રાહકો એક સાથે બે-ત્રણ કવર અને ગ્લાસ લેતા જોવા મળી રહ્યા છે.

જિલ્લાના વેપારીઓનું માનવું છે કે આ જીએસટી ઘટાડો માત્ર મોબાઇલ એસેસરીઝ બજાર પૂરતો મર્યાદિત નથી રહેવાનો, પરંતુ તે સંબંધિત અન્ય ઇલેક્ટ્રોનિક બજારોમાં પણ તેજી લાવશે. સસ્તા દરે સામાન મળવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વધુ લોકો શહેર તરફ ખેંચાઈ રહ્યા છે. આ બદલાવને કારણે સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના તમામ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ આશા રાખે છે કે દિવાળી સુધીમાં વેચાણમાં 30 થી 40 ટકા જેટલો વધારો થઈ શકે છે.

એકંદરે, જીએસટીમાં ઘટાડો વેપારીઓ અને ગ્રાહકો બન્ને માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. તહેવારોની સિઝનમાં સસ્તી મોબાઇલ એસેસરીઝ બજારમાં નવી ચેતના લાવી રહી છે અને વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે.---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande