ગાંધીનગર કલ્ચરલ ફોરમ: બીજા નોરતે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાજીની ઉતારી આરતી
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.): ''મા ને અરજ આપણા નગરની'' ના ભાવ સાથે ઉજવાઈ રહેલી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં બીજા નોરતે ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા હતા. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યા
ગાંધીનગર કલ્ચરલ ફોરમ


ગાંધીનગર કલ્ચરલ ફોરમ


ગાંધીનગર કલ્ચરલ ફોરમ


ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.): 'મા ને અરજ આપણા નગરની' ના ભાવ સાથે ઉજવાઈ રહેલી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં બીજા નોરતે ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા હતા. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મા આદ્યશક્તિની આરતી ઉતારીને બીજા નોરતાની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ હિરેન પટેલ પણ માતાજીની આરતી ઉતારવા પધાર્યા હતા.

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક દીપ્તિ દેસાઈ, પંકિત ડાભી અને સૉનિક સુથારે સુપ્રસિદ્ધ સ્વરકાર-સંગીતકાર-અમિત ઠક્કરના કર્ણપ્રિય સંગીતના સથવારે અતિ પ્રાચીન અને પરંપરાગત ગરબા ગાઈને ગાંધીનગરના ખેલૈયાઓ અને શ્રોતાઓને ભક્તિ ભાવમાં રસતરબોળ કર્યા હતા.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. પહેલા નોરતે 58,000 થી વધુ પ્રેક્ષકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande