ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ પ્રકારે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સ્વચ્છોત્સવમાં ગીર સોમનાથ જિલ્લો પણ બઢીચઢીને ભાગ લઈ રહ્યો છે.
“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે કોડીનારમાં આવેલા સરદાર નગર ગાર્ડન ખાતે દિવાલો પર વૉલ પેઈન્ટિંગ થકી સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ કોડિનાર સી.એચ.સી ખાતે તમામ સફાઇ કર્મચારી અને વહીવટ વિભાગના કર્મચારીઓ માટે માટે મેડીકલ કેમ્પ યોજાયો હતો.
નગરપાલિકા દ્વારા શહેરમાં નવરાત્રીનું આયોજન કરતાં ચોકમાં સ્વચ્છતાના બેનરો થકી સ્વચ્છતા અંગે જાગૃતિનો પ્રચાર-પ્રસાર કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ