ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બંધ થતા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને કારણે અસરગ્રસ્ત રસ્તા ઉપર ડામર પેચની કામગીરી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-વેરાવળ હાઈવે તેમજ કોડીનાર શહેરી રસ્તાઓ પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક વિભાગની ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ