ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) વિગત એમ છે કે પ્રભાસ પાટણમાં રામરાજ ચોકમાં જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેનો વાલ્વ આવેલ છે જે જમીનથી નીચેની સપાટીએ છે જેને કારણે આજુબાજુના વિસ્તારની ઘટનાઓના ગંદા પાણી છલકાઈ જાય છે ત્યારે તે પાણી ઢોળાવવાને કારણે વાલ્વના હોલમાં પહોંચે છે અને આમ પીવાના અને ગટરના ગંદા ગોબરા પાણીનો ખરાબ સંગમ થાય છે પાઇપ દ્વારા તે પાણી ઘર ઘર સુધી પહોંચતું હોવાથી લોકો બીમાર અને સ્વાસ્થય કથડે છે નગરપાલિકાને આ બધી વાતની જાણ છે કે આમ છતાં વાલને ગટરના પાણીના ઢોળાવથી ઊંચો લાવવા કોશિશ કરતા જ નથી કે ગટર ના પાણી ના આવે તેવી વ્યવસ્થા કરતા નથી ગામ રોગચાળાના ભરડામાં પીસાઈ તે પહેલા નગરપાલિકાએ જાગવું જોઈએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ