સૂત્રાપાડા બંદર ખાતેથી, ૫૬,૮૫૦/- નો અનાજનો જથ્થો પકડી પાડતું તંત્ર
ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જેમાં ચોખા ૧૫૦ કિલોગ્રામ, ઘઉં
સૂત્રાપાડા બંદર ખાતેથી ૫૬,૮૫૦/- નો અનાજનો જથ્થો


ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા બંદર ખાતે મળેલ બાતમીના આધારે એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતાં તેમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

જેમાં ચોખા ૧૫૦ કિલોગ્રામ, ઘઉં ૧૦૦ કિલોગ્રામ તથા બાલભોગના પેકેટ નંગ-૨૦ મળી આવતાં છકડો તથા અનાજનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ૫૬,૮૫૦/- નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી ગીર સોમનાથને રિપોર્ટ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande