ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ અંતર્ગત આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનના ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડ્રાઇવર, કડંક્ટર આરામ રૂમ, ટોયલેટ તેમજ ખાસ કરીને વર્કશોપની ઓફિસમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, એસ.ટી. ડેપોની તમામ ઓફિસના રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી તેમજ જૂની પસ્તીનો નિકાલ કરી ગોઠવણી કરવામાં આવી હતી.
વેરાવળ બસ સ્ટેશન અંતર્ગતની ઓફિસો, રેસ્ટ રૂમ, વર્કશોપ સહિતની જગ્યાઓએ સ્વચ્છતા જાળવવા અંગે ડ્રાઇવર, કંડક્ટર અને વર્કશોપના કર્મચારીઓ સંકલ્પબદ્ધ થયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ