ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે, મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો સગર્ભા મહિલાઓ અને બાળકોની તપાસ કરી સારવાર સાથે દવા અપાઇ
ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ વિવિધ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ માટે મેડિકલ ક
મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો


ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ વિવિધ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાઇ રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત ઉના તાલુકાના સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોની યોગ્ય તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત ઉનાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે જનરલ મહિલા કેમ્પ યોજાયો હતો. તે ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભાચા ખાતે મહિલાઓ અને બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો.નલિન કાતરિયા અને બાળરોગ નિષ્ણાત ડો.કિરણ કાતરિયા દ્વારા ૮૧ સગર્ભા મહિલાઓને યોગ્ય સારવાર આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે જ ૪૧ બાળકોને તપાસ કરી જરૂરી દવા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande