ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગુજરાત કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસિયન આયોજિત ગુજરાત ઈન્ડર સ્કૂલ ખેલ મહાઉસ્તવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કબ્બડ્ડી,ખોખો ,યોગ, સ્કેટિંગ, આ રમત માં ગુજરાત ભર માંથી 700 થી વધારે બાળકોએ, ભાગ લીધો હતો. જેમાં બાળકોએ શારુ એવું પ્રદર્શન કરી નંબર મેળવી અને પોતાની સ્કૂલ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહેમાન વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા વિશ્વ હિન્દુ પરિષદ ના કેન્દ્રીય મંત્રી અજીતસિંહભાઈ ,યોગ કોચ નાઘેરા સર, ટેલેન્ટ સ્કૂલ માંથી ઉર્મિલાબેન, કૃષ્ણ વિધાલય માંથી વાજા સોનલબેન, વગેરે મેહમાન આવી બાળકોને પ્રોત્સાહન કરી જુસો વધારીઓ હતો,આ ગુજરાત ઈન્ડર સ્કૂલ ખેલ મહાઉત્વમાં હરહંમેશ સેવા ના કાર્યમાં અગ્રેસર રહેનાર અને બાળકોને મદદ રૂપ થનાર એવા ખારવા સમાજના પટેલ જીતુભાઈ દ્વારા આ સ્પર્ધામાં ખુબજ સહયોગ કરેલ તે બદલ ગુજરાત કરાટે એન્ડ સ્પોર્ટ્સ એસોસીએસન ના પ્રમુખ પ્રવીણકુમાર ચૌહાણ અને ઉપપ્રમુખ ધરમવીરસિંહ તેમજ એસોસીએસન ના ચેરમેન પી.કે.ભાઈ જાદવ એ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ