ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે આજે કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામ મુકામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત જોઈએ તો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થયેલ જગ્યા પર બે દબાણદારો દ્વાર દબાણ કરવામાં આવ્યું હતું.
જેને દૂર કરીને આશરે ૩,૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ. ૫૦ લાખ થવા જાય છે.
આજરોજ આ જગ્યા ઘાંટવડ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી એક જે.સી.બી. મશીન તેમજ ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ