ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ પ્ર.પાટણ પો.સ્ટે. વિસ્તારમાં નવરાત્રી તથા અગિયારમી શરીફ ધાર્મિક તહેવારો સબબ કાયદો અને વ્યસ્થા જળવાઇ રહે જે સબબ સુચના થયેલ હોય જે અન્વયે,
ગઇ તા.૧૬/૦૯/૨૦૨૯ ના રોજ રાત્રી કલાક.૨૨/૩૦ થી ક.૨૩/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન જાફર મુઝજફર દરગાહ તથા માંગરોળીશાપીર ની દરગાહ આસપાસ થયેલ પ્રતિબંધિત જગ્યાએ કોઇ અજાણ્યા ઇસમએ મુસ્લીમ સમાજના લોકો ગેરમાર્ગે દોરાય તે ઇરાદાથી આ પ્રતિબંધિત જગ્યા પર ગે.કા રીતે પ્રવેશ કરી ત્યાં અતરની બોટલ ફેંકી દઇ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગીર સોમનાથએ જે ઉપરોક્ત પ્રતિબંધિત જાહેરનામુ પાડેલ હોય તેનો ભંગ કરી ગુન્હો કરેલ હોય તો આ અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી અને આ અજાણ્યા ઇસમને શોધી કાઢવા સારૂ પ્ર.પાટણ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.બી.ચૌહાણ સા. નાઓએ સદર બનાવની ગંભીરતાને ધ્યાને હાલ નવરાત્રી જેવો ધાર્મિક તહેવાર ચાલુ હોય અને આગામી સમયમા મુસ્લીમ સમાજનો અગિયારમી શરીફ ધાર્મિક તહેવાર પણ આવતો હોય જે જાહેર સુલેહશાંતિ અને કાયદો વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ હિન્દુ-મુસ્લીમ સમાજમા એકતા જળવાઇ રહે જે સારૂ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી ગીર સોમનાથ તથા એસ.ઓ.જી ગીર સોમનાથ ની અલગ-અલગ ટીમો બનાવી આ અજાણ્યા ઇસમની શોધખોળ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ સાથે લોકોને આવા અજાણ્યા ઇસમોના આ કુત્યોથી ગેરમાર્ગે ન દોરાવા તેમજ જાહેર સુલેહશાંતી જોખમમા મુકાય તે રીતે એકઠા ન થવા તાકિદ કરવામા આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ