ઉના માં PM મોદીના જન્મદિવસ નિમિત્તે, રક્તદાન કેમ્પ યોજાયો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાનીમાં 25થી વધુ લોકોએ રક્તદાન કર્યું.
ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ઉના ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાની હેઠળ યોજાયેલા. આ કેમ્પમાં જિલ્લા પંચાયત કાર
રક્તદાન કેમ્પ યોજાયો


ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ઉના ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની આગેવાની હેઠળ યોજાયેલા.

આ કેમ્પમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધરા ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, મહામંત્રી કિરીટભાઈ વાજા અને નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણીયા પણ કાર્યક્રમમાં જોડાયા હતા. નગર સેવક અલ્પેશભાઈ બાંભણીયા, ચંદ્રેશભાઇ જોશી, હરેશભાઈ જોશી, રસિકભાઈ ચાવડા,નગરપાલિકા કારોબારી ચેરમેન ધીરુભાઈ છગ, કાંતિભાઈ માળવી અને દુલાભાઈ ગુજ્જર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કેમ્પના પ્રથમ બે કલાકમાં જ 25થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કેમ્પને સફળ બનાવવા ભાજપના કાર્યકર તુષારભાઈ દોમડીયા, હરેશભાઈ જોશી, હરેશભાઈ વેકરિયા અને કિશનભાઇએ જહેમત ઉઠાવી હતી. દિવ્ય જ્યોત બ્લડ બેન્કના સંચાલક વિવેકભાઈ રાજા અને તેમની ટીમે આ રક્તદાન કેમ્પમાં સેવા આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande