ગીર સોમનાથ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) દર વર્ષની જેમ કામધેનુ યુનિવર્સિટીના કુલપતિપી.એચ. ટાંક તથા ફિશરીઝ ફેકલ્ટીના ડીન એમ. એન. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ....*
વેરાવળ દરિયાકિનારે ફીશરીઝ કોલેજ તેમજ એનસીસીઆર ચેન્નઈના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સંયોજક ડૉ. જીતેશ સોલંકીના માર્ગદર્શનમા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા દરિયાકિનારાની સાફ-સફાઈ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગીર સોમનાથના કલેક્ટર ઉપાધ્યાય સાહેબ, વેરાવળ-પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા તેમજ ફીશરીઝ કોલેજના આચાર્ ડૉ. કૈલાશ વાઢેર સાહેબ દ્વારા ફીશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને સફાઈ અંગે માહિતી પૂરી પાડવામાં આવી.
વેરાવળ દરિયાકિનારેથી આશરે 450 કિલો કચરો એકઠો કરવામાં આવ્યો, જેમાં પ્લાસ્ટિકનો કચરો મુખ્ય હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ફીશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડૉ. હિતેન્દ્રસીહ પરમાર, ડૉ. વિરલ બજાણીયા, ડૉ.હિતેશ પરમાર, ડૉ. કેતન ટાંક, ડૉ. પ્રકાશ પરમાર તેમજ કુ. રેખા નાનજીયાની વગેરે જહેમત ઉઠાવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ