ગોડાઉનમાંથી 1.15 લાખના લોખંડના સળીયાની ચોરી
સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ઈટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉન માંથી કેટલાક તસ્કરો રૂપિયા 1.15 લાખના લોખંડના સળિયા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે
ગોડાઉનમાંથી 1.15 લાખના લોખંડના સળીયાની ચોરી


સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ઈટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉન માંથી કેટલાક તસ્કરો રૂપિયા 1.15 લાખના લોખંડના સળિયા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે રૂપિયા 1.15 લાખની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.

બનાવની વિગત એવી છે કે શહેરના અડાજણ પાલનપુર વિસ્તારમાં કેનાલ રોડ પર નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા જગદીશ કુમાર નટવરલાલ નાણાવટી સચિન હોજીવલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રોડ નંબર 14 પર ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું ગોડાઉન ધરાવે છે. ગત તારીખ 14/8/2025 ના સાંજે આઠ વાગ્યાથી તારીખ 18/8/2025 ના સવારે 8:30 વાગ્યાના સમયગાળાની દરમિયાન ગોડાઉન બંધ હતું. ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ગોડાઉનને નિશાન બનાવ્યું હતું અને ગોડાઉન માંથી 600 નંગ એમએસ ના લોખંડના સળિયા તથા 542 નંગ કોપર કટીંગના સળિયા મળી કુલ રૂપિયા 1.15 લાખના સળિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બાદમાં જગદીશ કુમારને જાણ થતા તેઓએ આ મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande