જુનાગઢ 24 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે વિવિધ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી રહી છે. બાંટવા નગરપાલિકા દ્રારા રંગોળી તથા ચિત્રોના માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામા આવ્યો હતો.
બાંટવા નગરપાલિકા દ્વારા કન્યા વિનય મંદિર, બાંટવાના સહયોગથી સ્વચ્છતાની થીમ પર રંગોળી તથા ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ શાળાની વિધાર્થીનીઓ દ્વારા સ્વચ્છત ભારત અભિયાનને જન જન સુધી પહોંચાડવા તથા દરેક નાગરિકો સ્વચ્છતાનુ મહત્વ સમજે અને તેનો અમલ કરે તે હેતુ થી રંગોળી તથા ચિત્રોના માધ્યમ દ્વારા સંદેશ આપવામા આવ્યો હતો. તેમજ આગામી નવરાત્રિના ત્યોહાર દરમ્યાન ભક્તિના રંગોની સાથે સાથે સ્વચ્છતા હિ સેવા તથા શહેરમા પ્લાસ્ટિક મુક્ત નવરાત્રીની ઉજવણી થાય તે બાબતે સંકલ્પ લેવામા આવ્યો હતો.
આ ઉપરાંત શ્રીપરિશ્રમ શાળા સંકુલ, બાંટવાના સહયોગથી શહેરના નાગરિકોમા સ્વચ્છતા અંગે જાગ્રુતા આવે, નાગરિકો સ્વચ્છતાનુ મહત્વ સમજે, દરેક ઘર, દરેક દુકાનો સુકા તથા ભીના કચરાનુ વર્ગીકરણ કરે તે માટે સ્વચ્છતા રેલીનુ આયોજન, સ્વચ્છતાના સ્લોગન સાથે બાંટવા શહેરી વિસ્તારમા આવેલ તિલક રોડ થી પ્યાસા ચોક થઇ નગરપાલિકા કચેરી થી પરિશ્રમ શાળા સંકુલ સુધી રેલી યોજવામા આવી હતી. રાજપુતપરા પ્રાથમિક શાળા ખાતે “યોગા શિબિર”નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તમામ વિધાર્થીઓને યોગાના માધ્યમથી સ્વચ્છતા અંગે જાગુત કરવામા આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ