પાટણમાં લોકસંવાદ બેઠક યોજાઈ: નાગરિકોની વિવિધ માંગણીઓ સામે રજૂઆતો
પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેર ખાતે મંગળવારે સાંજે 6 વાગ્યે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (IPS), સરહદી રેન્જ કચ્છ-ભુજના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પાટણ પોલીસ હેડ ક્વાર્ટરમાં લોકસંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ શહેર
પાટણમાં લોકસંવાદ બેઠક યોજાઈ: નાગરિકોની વિવિધ માંગણીઓ સામે રજૂઆતો


પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેર ખાતે મંગળવારે સાંજે 6 વાગ્યે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (IPS), સરહદી રેન્જ કચ્છ-ભુજના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પાટણ પોલીસ હેડ ક્વાર્ટરમાં લોકસંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો તથા નાગરિકોએ શહેર અને તાલુકાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.

લોકોએ શાળાઓમાં બનતા હિંસક બનાવોને રોકવા માટે શાળા-કોલેજોમાં જાગૃતિ સેમિનાર યોજવા, બગવાડા પોલીસ ચોકી ફરી કાર્યરત કરવા, અને શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા રસ્તા વચ્ચે બાઈક અને કાર પાર્કિંગ અટકાવવાની માંગણી કરી. કારોબારી ચેરમેન મુકેશ પટેલે ડ્રોઈંગ વાહન સેવા ફરી શરૂ કરવાની રજૂઆત કરી. તેમજ વોર્ડ નંબર 1 અને 3માં વારંવાર થતી ચોરીઓથી પરેશાન નાગરિકોએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ કરી.

તાલુકાના ત્રણ રસ્તા ચોકડી જેવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવા, સિદ્ધપુરમાં મંજૂરી વિના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લાવવો અને કડક પગલાં લેવાની રજૂઆત પણ થઈ. આ બેઠકમાં પોલીસ અધિક્ષક વી.કે. નાઈ (IPS), ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, ડીવાયએસપી કે.કે. પંડ્યા તથા એલસીબી પીઆઇ આર.જી. ઉનાગર હાજર રહ્યા હતા. એસપી વી.કે. નાઈએ નાગરિકોને સંદેશ આપ્યો કે કોઈપણ સમસ્યા હોય તો પાટણ ઓફિસમાં સીધા આવી રજૂઆત કરી શકાય છે, તેમજ 112 પરની કોલ સીધા અમદાવાદથી મોનીટર થાય છે અને નજીકની પોલીસ તાત્કાલિક પહોંચે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande