પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજની સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજમાં 24 સપ્ટેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન NSS યુનિટ દ્વારા આચાર્ય ટેકપાલ સિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરી રહી હતી.
કાર્યક્રમમાં ડૉ. મનોજ પ્રજાપતિએ NSSના મુખ્ય સૂત્ર 'નોટ મી બટ યુ' વિશે, વિગતવાર માહિતી આપી અને યુવાનોને સમાજસેવા તથા દેશસેવા માટે પ્રેરિત કર્યા. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમારે ગયા વર્ષ દરમિયાન કરવામાં આવેલા વિવિધ સેવાકાર્યોનો અહેવાલ રજૂ કર્યો તેમજ આગામી સેવાકાર્યો અને શિબિરો અંગે માહિતગાર કર્યા.
અંતે સમગ્ર કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું, જેમાં સૌએ એકત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવના અનુભવી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ