પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના ચાણસ્મા હાઇવે પર આવેલી આયુષ ટાઉનશીપમાં શારદીય નવરાત્રીની ઉજવણી ભક્તિભાવપૂર્વક શરૂ થઈ છે. નવરાત્રિના બીજા દિવસે ટાઉનશીપના રહેવાસીઓએ મા અંબાની આરાધના સાથે રંગબેરંગી વેશભૂષામાં ગરબાનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન આયુષ ટાઉનશીપના નવરાત્રી પ્રમુખ રજનીકાંત જે પટેલ અને મંત્રી દીક્ષિત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. તેમની સાથે તમામ કારોબારી સભ્યોએ અને રહેવાસીઓએ મેળેસળીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટાઉનશીપમાં નવરાત્રી પર્વને લઈને ખાસ ઉલ્લાસ જોવા મળ્યો હતો. ખેલૈયાઓમાં ઉજવણી માટે ખાસ ઉત્સાહ અને એનર્જી જોવા મળી હતી, જે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવતું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ