પાટણમાં રણકાર ગરબા 2025: નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉમંગ છલકાયો
પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)નવરાત્રિના બીજા દિવસે પાટણ શહેર અને જિલ્લામાં માતાજીની આરાધનામાં ગરબાની રમઝટ જામી છે. મા જગદંબાના નવલા નોરતામાં સમગ્ર શહેર પ્રાચીન અને અર્વાચીન ગરબાઓના માહોલમાં ઝૂમી ઉઠ્યું છે. પાટણની સેવાકીય સંસ્થાના લાભાર્થે રોટરેક્ટ ક્લબ
પાટણમાં રણકાર ગરબા 2025: નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉમંગ છલકાયો


પાટણમાં રણકાર ગરબા 2025: નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉમંગ છલકાયો


પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)નવરાત્રિના બીજા દિવસે પાટણ શહેર અને જિલ્લામાં માતાજીની આરાધનામાં ગરબાની રમઝટ જામી છે. મા જગદંબાના નવલા નોરતામાં સમગ્ર શહેર પ્રાચીન અને અર્વાચીન ગરબાઓના માહોલમાં ઝૂમી ઉઠ્યું છે.

પાટણની સેવાકીય સંસ્થાના લાભાર્થે રોટરેક્ટ ક્લબ દ્વારા 'રણકાર ગરબા 2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં શહેરના લોકો ઉલ્લાસભેર ભાગ લઈ રહ્યા છે.

ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી, અવનવા સ્ટેપ્સ સાથે ગરબાની મોજ માણી રહ્યા છે. ગરબાના તાલે આખું વાતાવરણ ઉર્જાવાન બન્યું છે અને જગતજનનીના જયઘોષ સાથે પાટણમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહી નવરાત્રી ઉજવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande