પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં નવરાત્રિ નોરતાના પાંચમાં દિવસે મહેર જ્ઞાતિનો પ્રખ્યાત મણિયારો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું.મહેર સમાજ દ્રારા 25 વર્ષથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવે છે.પોરબંદર પંથકનો ભાઈઓનો મણીયારો અને બહેનોના રાસડા જગવિખ્યાત છે નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે મેહર જ્ઞાતિ પરંપરાગત પહેરવહેશ સાથે મણિયારા રાસનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મહેર સમાજના ભાઈઓએ મણીયારો રાસ રજુ કરી ધરાને ધ્રુજાવી હતી. સામાન્ય રીતે હોળી ધુળેટીના પર્વમા મણિયારો રાસ રજુ કરવામા આવે છે.
પરંતુ નવરાત્રીમા એક દિવસ મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કરી મહેર જ્ઞાતિની પરંપરાને ઉજાગર કરી હતી પોરબંદરમા મહેર સમાજ દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમા મહેર સમાજના બહેનોએ એક સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયારો અને રાસડાની રમઝટ બોલાવી મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મુકી હતી. એક મહિલા પોતાના શરીરે 20-20 તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી. પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે. આ જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ અને ભાઈઓનો મહેર મણિયારો અને બહેનોના રાસડા જગ વિખ્યાત છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પાંચમા નોરતે આ મહેર જ્ઞાતિની સંસ્કૃતિના દર્શન થયા હતા. મહેર સમાજની એક આગવી પરંપરા અને સંસ્કૃતિ છે. આજે આ સમાજ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં મહેર જ્ઞાતિની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિરમ ઓડેદરા અને તેમની ટીમ અને જ્ઞાતિના અગ્રણિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya