અંબાજી, 27 સપ્ટેસ્બર (હિ. સ) અંબાજીના પવિત્ર યાત્રાધામ ખાતે
માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં કુલ 1111
કન્યાઓનું વેદિક મંત્રોચ્ચાર
સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, બ્રહ્મભોજન કરાવતાં પહેલાં નાની
બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા, તેમને તિલક કરવામાં આવ્યું અને વેદના
પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ આયોજનનો
મુખ્ય હેતુ મા ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો અને સમાજમાં નારી શક્તિના
ગૌરવને વધારવાનો હતો. આ દિવ્ય દ્રશ્ય નિહાળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ
ધન્યતા અનુભવી હતી.
આ ભવ્ય કન્યા પૂજન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું
સંપૂર્ણ આયોજન અંબાજી ગામના સરપંચ સહિત લોક ફાળાથી કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ
માતૃશક્તિ પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને પ્રગટ કરવા માટે ઉદાર હાથે
ફાળો આપ્યો હતો. પૂજન સમાપ્ત થયા બાદ, તમામ 1111 કન્યાઓને ભેટ સ્વરૂપે ચણીયા ચોળી અને
શૃંગારની સામગ્રી આપવામાં આવી હતી. આ ભેટ કન્યાઓ પ્રત્યેના સ્નેહ અને આદરનું
પ્રતીક બની રહી હતી. લોક ફાળાથી થયેલું આ આયોજન સામૂહિક શ્રદ્ધા, સહકાર અને સંસ્કૃતિના જતનનું ઉત્તમ
ઉદાહરણ પૂરું પાડે છે, જેણે અંબાજીમાં આકાર્યક્રમ એક ઐતિહાસિક ઘટના ધાર્મિક
માહોલમાં એક વિશેષ અને યાદગાર ઉમંગ ઉમેર્યો હતો.અને આ ઘટનાને વર્લ્ડ બુક ઓફ
રેકોર્ડ માં પણ નોંધવામાં આવી છે જેનું સર્ટિફિકેટ પણ ચાંચર ના ચોક માં જ આપવામાં
આવ્યું હતું.
જોકે આ પ્રસંગે યજ્ઞેશ દવે એ જણાવ્યું હતુ કે, આ પ્રસંગ સમગ્ર ભારત
ભર માં સૌ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યો છે ને બાકી ના શક્તિ પીઠ માં નવરાત્રી
દરમિયાન આયોજિત થવા જોઈએ.
આ પ્રસંગે દાંતા ના રાજવી રિદ્ધિરાજ સિંહ પરમાર, ગુજરાત બ્રહ્મસમાજ ના અગ્રણીઓ,ને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા... આ પ્રસંગે..કલ્પના બેન દવે સરપંચ ગ્રામ પંચાયત અંબાજી ,યગ્નેશ ભાઈ દવે ભાજપા પ્રદેશ મીડિયા
કન્વીનર ગાંધીનગર , ડૉ. અશ્વિન ત્રિવેદી , વલ્ડ બુકઓફ રેકોર્ડ લંડન, પ્રમુખ ગુજરાત પ્રદેશ ખાસ ઉપસ્થિત
રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ