હારીજના ગામ દરવાજા વિસ્તારમાં પૌરાણિક ગરબાની સદી જૂની પરંપરા
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજના ગામ દરવાજા વિસ્તારમાં પૌરાણિક ગરબાની પરંપરા છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી જળવાઈ રહી છે. નોરતા દરમિયાન અહીં દેશી ઢોલના તાલે યુવાનો અને વડીલો મીઠા સ્વરમાં ગરબા ગવાય છે અને આગવી શૈલીમાં કુદકા મારીને ગરબા રમે છે. આ ગરબી
હારીજના ગામ દરવાજા વિસ્તારમાં પૌરાણિક ગરબાની સદી જૂની પરંપરા


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજના ગામ દરવાજા વિસ્તારમાં પૌરાણિક ગરબાની પરંપરા છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી જળવાઈ રહી છે. નોરતા દરમિયાન અહીં દેશી ઢોલના તાલે યુવાનો અને વડીલો મીઠા સ્વરમાં ગરબા ગવાય છે અને આગવી શૈલીમાં કુદકા મારીને ગરબા રમે છે. આ ગરબી શહેરની સૌથી જૂની ગરબી તરીકે જાણીતી છે.

હાલમાં ભગવતીપ્રસાદ ઠાકર અને વર્ધીલાલ ઠાકર જેવી વડીલ ધૂનીઓ માતાજીની માંડવીમાંથી પૌરાણિક ગરબાઓ ગવડાવે છે. અહીં રમાતા ગરબાઓમાં 'કોંગ્રેસની પડઘમ', 'ભારત માતાની પડઘમ', 'કૂવરબાઈનું મામેરું', 'નરસિંહ મહેતાની હૂંડી' અને 'શામળું બજરંગી' જેવા પ્રાચીન ગરબાઓનો સમાવેશ થાય છે.

આ ગરબાઓ ખાસ કરીને પુરુષો દ્વારા જ રમાય છે અને તેમનો સમયગાળો પણ વિશિષ્ટ હોય છે – એક-એક ગરબો દોઢથી બે કલાક સુધી ચાલે છે, જયારે ‘શામળું બજરંગી’ ત્રણ દિવસ સુધી ચાલુ રહે છે. ખેલૈયાઓ ઢોલના તાલે જાતજાતના કુદકાઓ સાથે ગરબાની રમઝટ બોલાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande