પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની ઇશ્વરીયા ગામની મુલાકાત.
પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના સાંસદ તથા રમતગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે ગ્રામજનો અને અગ્રણીઓ સાથે સ
પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી  ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઇશ્વરીયા ગામની મુલાકાત.


પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી  ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઇશ્વરીયા ગામની મુલાકાત.


પોરબંદર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી  ડૉ. મનસુખભાઈ માંડવીયાની ઇશ્વરીયા ગામની મુલાકાત.


પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના સાંસદ તથા રમતગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામની મુલાકાત લીધી હતી. આ અવસરે તેમણે ગ્રામજનો અને અગ્રણીઓ સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો સાંભળ્યા અને ઉકેલ લાવવા માટે જરૂરી પગલાં લેવા સરકાર પ્રતિબદ્ધ છે તેવી ખાતરી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના પાક માટે સરકાર દ્વારા ટેકાના ભાવ પર ખરીદી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને ખેત પેદાશનો યોગ્ય ભાવ મળે સાથે આર્થિક લાભ પણ થાય. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી, તેથી કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે.

તેમણે નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ ઝડપી અને સરળતાથી પહોંચે તે માટે આગામી સમયમાં જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને અનેક સેવાઓ એક જ સ્થળે તેમના ઘર આંગણે મળી રહેશે, જેના કારણે લોકોને સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે.

આ મુલાકાત દરમ્યાન ગ્રામજનો અને અગ્રણીઓએ ગામના વિકાસ તથા દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતાં. મંત્રીએ તમામ પ્રશ્નો ધીરજપૂર્વક સાંભળી હકારાત્મક નિરાકરણ આવે તે માટે સબંધિત વિભાગને સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી તેમજ અગ્રણી સર્વ અશોક મોઢા, ગોપાલ કોઠારી, ઢેલીબેન ઓડેદરા, ભરત ઓડેદરા, ભરત પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande