જામનગરમાં બ્રાસપાર્ટના વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના 100 કરોડના જમીન કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સહિત પાંચ શખસોએ રાક્ષસી વ્યાજ વસુલતા બ્રાસપાર્ટના વેપારીએ આત્મહત્યાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી છે, પોલીસે પાંચેય શખસો સામે ગુનો નોંધીને ધરપકડ માટે
મૃત્યુ ફાઈલ ફોટો


જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના 100 કરોડના જમીન કૌભાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સહિત પાંચ શખસોએ રાક્ષસી વ્યાજ વસુલતા બ્રાસપાર્ટના વેપારીએ આત્મહત્યાની કોશિષ કરતા ચકચાર મચી જવા પામી છે, પોલીસે પાંચેય શખસો સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

શહેરના રણજીત સાગર રોડ પર આવે પટેલ પાર્ક વૃંદાવન પાછળ ગોકુલ દર્શન શેરીનં-3માં રહેતા સુધાબેન વાલજીભાઈ મારકણા (ઉ.વ.43)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેણીના પતિ લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉ.વ.43)ને બ્રાસ પાર્ટના ધંધા સાથે જોડાયેલા હોય અને વ્યવસાયમાં રૂપિયાની જરૂર પડતા જામનગરના 100 કરોડના જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલના ભાઈ આરોપી ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસેથી તેમજ જેઠાભાઈ હાથલીયા, હરીશભાઈ ગંઢા, ઉપેન્દ્ર ચાંદ્રા, કીરીટ ગંઢા, હરીશ ગંઢા પાસેથી રૂ.30 લાખ વ્યાજે લીધા હતા. વેપારી લાલજીભાઈએ 10 થી 12 ટકા વ્યાજ લેખે રૂ.40 લાખ જેવી રકમ ચુકવી દીધી હતી.

જેથી આર્થિક મુશ્કેલીમાં આવતા વેપારી વ્યાજ ચુકવી શકતા ન હતા. તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ગતરાત્રીના ઝેરી દવા પી લેતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે અંગેની પીઆઈ નિકુંજસિંહ ચાવડાએ તપાસ હાથ ધરીને તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં વધુ જણાવ્યું છે કે, થોડા મહિના પહેલા આરોપી ધર્મેશ કારખાને જઈને વેપારી લાલજીભાઈને ધાક ધમકી આપી બ્રાસ પાર્ટના મશીનો બળજબરીથી ઉઠાવી ગયો હતો. એટલું જ નહીં ધર્મેશે વેપારીનું અપહરણ કરીને લોઠીયા ગામે પોતાના ગોડાઉનમાં અંદાજે 20 દિવસ સુધી ગોંધી રાખ્યો હતો.

જ્યાં મુદલ રકમ અને વ્યાજ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકીઓ આપેલ હતી. તેમજ આરોપી જેઠાભાઇ હાથલીયાએ ફોનમાં મારી નાખવાની ધાકધમકી આપતો હતો. આ ઉપરાંત આરોપી ઉપેન્દ્ર ચાંદ્રા બળજબરીથી કાર લઈ ગયો હતો. તેમજ આરોપી કીરીટ ગંઢા અને હરીશ ગંઢાએ પણ વ્યાજની વસુલાત માટે વેપારીના ભાણેજ પર ખોટો કરે કરીને માનસિક ત્રાસ આપતા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande