મેયર મીરાબેન પટેલના હસ્તે ગ્રામહાટ ખાતે ક્રાફ્ટ બજારનો શુભારંભ કરાયો
ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના ગ્રામ હાટ ખાતે ૨૬ સપ્ટેમ્બરના રોજ મેયર મીરાબેનપટેલના હસ્તે ક્રાફટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેયર મીરાપટેલ તથા મહાનુભાવોએ ઉદઘાટન બાદ તમામ સ્ટોલની મુલાકાત લઈ વસ્તુઓનું પ્રદર્શન નિહાળ્યું હતું, સ
ગાંધીનગર ખાતે શુભારંભ


ગાંધીનગર ખાતે શુભારંભ


ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના ગ્રામ હાટ ખાતે ૨૬ સપ્ટેમ્બરના રોજ મેયર મીરાબેનપટેલના હસ્તે ક્રાફટ બજારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મેયર મીરાપટેલ તથા મહાનુભાવોએ ઉદઘાટન બાદ તમામ સ્ટોલની મુલાકાત લઈ વસ્તુઓનું પ્રદર્શન નિહાળ્યું હતું, સાથે જ સ્વસહાય જૂથોની બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ક્રાફટ બજાર 20 ઓકટોબર સુધી ગ્રામ હાટ ખાતે ચાલુ રહેશે. જેમાં કુલ 50 સ્ટોલમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની સ્વસહાય જૂથોની બહેનો દ્વારા હસ્તકળાની વિવિધ પ્રકારની વસ્તુઓ, મિલેટના તથા માટીથી બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનો વગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે.આ ક્રાફટ બજાર દ્વારા બહેનોની આજીવિકામાં વધારો થશે.

આ કાર્યક્રમમાં જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડાયરેક્ટર સુધીર પટેલ, જોઇન્ટ મેનેજીંગ ડાયરેક્ટર શોભનાબેન તેમજ રાજશ્રીબેન, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એમ.ભોરણીયા તેમજ ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર જે.એમ.વેગડા, જનરલ મેનેજર શ્વેતાબેન તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande