જામનગર જિલ્લાના ખેડૂતો અને સહકારી ક્ષેત્રના હોદ્દેદારોએ PM નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટ કાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો
જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્
વડાપ્રધાનને પત્ર


જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સક્રિય પ્રયાસો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતા બદલ, પોસ્ટ કાર્ડ લખીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગર જિલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિમિટેડની ૬૩મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા.

ખેડૂતોએ પોસ્ટ કાર્ડમાં લખેલી લાગણીઓ સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ હતી, જેમાં પ્રધાનમંત્રીશ્રીને આત્મનિર્ભર ભારતના પ્રણેતા તરીકે બિરદાવવામાં આવ્યા હતા.જેમણે સ્વદેશી અપનાવવાની પ્રેરણા આપીને લાખો લોકોનું જીવન બદલ્યું છે.

આ પત્રોમાં ખાસ કરીને GST સુધારણાના ફાયદા અને કૃષિ ઉપકરણો, ખાતર તથા બિયારણના ભાવો સસ્તા થવાને કારણે થયેલી આર્થિક રાહત અને બચત બદલ આભાર વ્યક્ત કરાયો હતો. ખેડૂત પરિવારોએ આનંદ વ્યક્ત કર્યો કે વડાપ્રધાનના પ્રયાસો થકી તેમના જીવનમાં સમૃદ્ધિ આવી છે અને હાથ પર પૈસાની બચત થવાથી તેઓ ખુશીથી તહેવારોની ઉજવણી કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande