પાલતું શ્વાન માટે વિનામૂલ્યે રસીકરણ અને સારવાર કેમ્પ યોજાશે.
પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) સાંપ્રત સમયમાં પાલતું શ્વાનોને રાખવાની પ્રથા સતત વધી રહી છે. શ્વાન હવે માત્ર એક પાલતું પ્રાણી નહીં પરંતુ ઘરનાં સભ્ય સમાન બની પરિવાર સાથે જીવન વ્યતીત કરે છે. આવા સમયમાં શ્વાનનું આરોગ્ય અને નિયમિત રસીકરણ અત્યંત આવશ્યક બની
પાલતું શ્વાન માટે વિનામૂલ્યે રસીકરણ અને સારવાર કેમ્પ યોજાશે.


પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) સાંપ્રત સમયમાં પાલતું શ્વાનોને રાખવાની પ્રથા સતત વધી રહી છે. શ્વાન હવે માત્ર એક પાલતું પ્રાણી નહીં પરંતુ ઘરનાં સભ્ય સમાન બની પરિવાર સાથે જીવન વ્યતીત કરે છે. આવા સમયમાં શ્વાનનું આરોગ્ય અને નિયમિત રસીકરણ અત્યંત આવશ્યક બની ગયું છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં બનેલા બનાવ મુજબ, પાલતું શ્વાનને હડકવા જેવા ગંભીર રોગો થવાથી શ્વાન માલિકોને આવી ગંભીર બીમારી નો સામનો કરવો પડયો હતો.આવા બનાવો દર્શાવે છે કે શ્વાનો માટે હડકવા (રેબિઝ) જેવી ગંભીર બીમારીઓ સામેનું રસીકરણ કેટલું જરૂરી છે. શ્વાનનાં આરોગ્ય દ્વારા સીધો અસર પરિવારના આરોગ્ય પર પણ પડે છે, તેથી આ અંગે જાગૃતિ અત્યંત જરૂરી છે. આ જાગૃતિ વધારવા તથા પાલતું શ્વાન અને તેમના માલિક બંનેનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તેવા ઉમદા હેતુસર ડૉ. વિજય ખુંટી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ પ્રયોગ અંતર્ગત વિનામૂલ્યે હડકવા તથા કૃમિ નિયંત્રણ માટેની રસીઓ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે. કેમ્પમાં શ્વાનોને હડકવા (રેબિઝ) તથા કૃમિનાશક રસી તદ્દન મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત, શ્વાનોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓ જેમ કે ખંજવાળ કૃમિનો ઉપદ્રવ વાળ ખરવાની સમસ્યા ઇતરી જેવા પરજીવી જંતુઓનો પ્રકોપ વગેરી ની તદન મફત નિદાન અને સારવાર કરવામાં આવશે.

આ કેમ્પ આગામી તા. 28 સપ્ટેમ્બર, 2025 રવિવારના રોજ સવારે 9:00થી બપોરે 1:00 વાગ્યા સુધી વેદ વેટરનરી હોસ્પિટલ, કુબેર કષ્ટભંજન મંદિર પાસે, યુગાન્ડા રોડ, રેલવે સ્ટેશન નજીક, પોરબંદર ખાતે યોજાશે. આ કેમ્પ દ્વારા પાલતું શ્વાનના આરોગ્યને સુનિશ્ચિત કરવામાં આવશે અને લોકોમાં પાળતુ પ્રાણીઓ માટે જવાબદારી તથા રસીકરણની જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે.આ પ્રયાસ માત્ર પાલતું શ્વાન માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના આરોગ્ય માટે પણ એક અગત્યનું પગલું છે. આ કેમ્પમાં નામ નોંધાવવા સંપર્ક મો. 97148 32841 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande