ગીર સોમનાથ 27 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત ટીમ મોદી મહીલા મોરચા મહામંત્રી મીના બા જાદવ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન ઉજવણી પખવાડિયા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આઈ ગૌસ્વામી સહિત અન્ય અગ્રણીઓ એ માર્ગદર્શન આપ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ના આરોગ્ય ભુવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
નગરપાલિકાના કાઉન્સિલર ધારાબેન જોશી, ધર્મેશ જોશી પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી , રેડ ક્રોસના ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગિરીશ ઠક્કર,જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ, રાજુ પટેલ સહિત શહેરની સામાજિક સંસ્થા સ્વ હીરાબેન સતીકુવર ટ્રસ્ટ ના અધ્યક્ષ મીનાબા જાદવ તેમજ ટીમ મોદી ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ મુકેશ ચોલેરા, રેખાબેન શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણ અમહેડા, દેવાયત ઝાલા સહિતના આગેવાનો ના હસ્તે આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કરી તેની જાળવણી સહિતના નેમ સાથે સ્વચ્છતા હિ સેવા અને પર્યાવરણ થી જ આરોગ્ય સ્વસ્થ ના સ્લોગનને સાર્થક કરવા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુવર સેવા ટ્રસ્ટ ના યોગેશ સતીકુંવર ગુજરાત પ્રદેશ ટીમ મોદી મહીલા મોરચા મહામંત્રી મીના બા આર જાદવ દ્વારા જહેમત ઉઠાવેલ હોવાનું અનિષ રાચ્છ ની યાદીમાં જણાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ