જામનગરમાં ગણપતિ, શંકર, રામ ભગવાન સહિતના પાત્રોમાં માં શક્તિની આરાધના કરતા ખેલૈયા
જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વમાં જામનગર શહેરમાં પ્રાચીન ગરબીઓ વિખ્યાત બની છે. ત્યારે શહેરના લીમડા લાઈન વિસ્તારમાં 64 વર્ષથી યોજાતી ભારતમાતા ગરબી મંડળમાં ભગવાન તેમજ ઐતિહાસિક પાત્રોની વેશભુષામાં ખેલૈયાઓ માં શક્તિની આરાધના કરે છે,
વિવિધ પાત્રોમાં માતાજીની આરાધના


જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : નવરાત્રિના પાવન પર્વમાં જામનગર શહેરમાં પ્રાચીન ગરબીઓ વિખ્યાત બની છે. ત્યારે શહેરના લીમડા લાઈન વિસ્તારમાં 64 વર્ષથી યોજાતી ભારતમાતા ગરબી મંડળમાં ભગવાન તેમજ ઐતિહાસિક પાત્રોની વેશભુષામાં ખેલૈયાઓ માં શક્તિની આરાધના કરે છે, આ રાસ વિખ્યાત બન્યો છે.

પાકિસ્તાનના કરાંચીમાં વસવાટ કરતા પટેલ પરિવારો પૈકીના સ્વ. ભાણજીભાઈ સંઘરાજભાઈ પટેલ અને તેના પરિવાર દ્વારા વર્ષ 1942માં પટેલ યુવક મંડળના નેજા હેઠળ પરંપરાગત નવરાત્રી(ગરબી)નું આયોજન થતું હતું. સ્વતંત્રતા બાદ પરિવાર જામનગર આવી ગયા બાદ 1947થી શહેરમાં આ આયોજન ચાલુ રાખવામાં આવ્યું હતું. અગાઉ રામ- લક્ષ્મણના ડેલા તરીકે ઓળખાતી જગ્યામાં, પછી આણદાબાવા આશ્રમની જગ્યામાં પંચેશ્વર ટાવર પાસે આ ગરબી થતી હતી. બાદમાં છેલ્લા 64 વર્ષથી ભારતમાતા આદર્શ ગરબી મંડળ તરીકે આ ગરબીનું સંચાલન રામાણી, લીંબાસીયયા અને ગજેરા પરિવાર દ્વારા કરવામાં આવે છે.

જેમાં સર્વધર્મના લત્તાવાસીઓ જોડાય છે.આ ગરબીની વિશિષ્ટતા એ છે કે, તેમાં ભગવાન રામ, લક્ષ્મણજી, સીતા મૈયા, ગણેશજી, શંકર-પાર્વતી, ઋષિમુનિઓ, હનુમાનજી, રાવણ, છત્રપતિ શિવાજી, કૃષ્ણ-રાધા તેમજ અન્ય વિવિધ ઐતિહાસિક પાત્રોના મુખોટા પહેરીને માં શક્તિની આરાધના કરવા ગરબે ઘુમતા દ્રષ્યમાન થાય છે. જેથી બાળકો માટે આ ગરબી ખુબ આકર્ષક બની રહે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande