જામનગરમાં ખેલૈયાનો વડાપ્રધાનની વેશભૂષામાં સળગતી ઈંઢોણી સાથે રાસ
જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : ''છોટીકાશી'' જામનગરમાં અનેક પ્રાચીન ગરબીઓ એવી છે, જે પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે અને ઘણી ગરબીઓ હવે પોતાની આગવી લોકપ્રિયતા મેળવવા નવા પ્રયોગો કરે છે, જે પૈકી પંચેશ્વર ટાવર વિસ્તારમાં દાયકાઓથી યોજાતી શ્રી ચામુંડા ગર
ગરબીમાં નરેન્દ્ર મોદીનો વેશ


જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : 'છોટીકાશી' જામનગરમાં અનેક પ્રાચીન ગરબીઓ એવી છે, જે પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે અને ઘણી ગરબીઓ હવે પોતાની આગવી લોકપ્રિયતા મેળવવા નવા પ્રયોગો કરે છે, જે પૈકી પંચેશ્વર ટાવર વિસ્તારમાં દાયકાઓથી યોજાતી શ્રી ચામુંડા ગરબી મંડળની ગરબીમાં છેલ્લા થોડા વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષાવાળો રાસ ખૂબ ખ્યાતિ પામ્યો છે.

આ વખતે પણ ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષાવાળી સાથે ઓપરેશન સિંદૂરની થીમ પર રાસ સાથે આકર્ષણ જગાવ્યું હતું. વડાપ્રધાન મોદીની વેશભૂષામાં માથા પર સળગતી ઈંઢોણી લઈ ફરતા ખેલૈયાઓને નિહાળવા મેદની ઉમટી પડી હતી તથા અન્ય ખેલૈયાઓ પરંપરાગત પોશાકમાં સળગતી ઈંઢોણી સાથે ગરબે ઘૂમ્યા હતા અને સમગ્ર રાસે જમાવટ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande