જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાને સફાઈ અંગે રાજ્યકક્ષાએ એવોર્ડ મળી રહ્યો છે. ત્યારે વિપક્ષોએ શહેરના વોર્ડનં-14 અને 15માં સફાઈના નામે મીંડુ છે, અને કચરાના ગંજ બતાવીને તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.
જા.મ્યુ.કો.ના પદાધિકારીઓ મુખ્યમંત્રીના હસ્તે ભૌગોલિક સફાઈનો એવોર્ડ લેવા ગઈ છે. ત્યારે શહેર ક્રોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલભાઈ નંદા તેમજ કોર્પોરેટરો અને ક્રોંગેસી આગેવાનોએ શહેરના વોર્ડનં-14 અને 15માં પથરાયેલા કચરાઓના ફોટાઓ બતાવીને જા.મ્યુ.કો. તંત્રને ચાંબખા માર્યા છે. મ્યુ.તંત્ર સફાઇના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, ડોર ટુ ડોર કામ હોય તેમાં પણ ક્યાંકને ક્યાંક ગાડીઓમાં કેરણ, માટીઓ ભરીને ખોટા બીલ બનાવતા હોવાનો આક્ષેપો કરે છે. શહેરમાં કચરાના ગંજ જામ્યા છે અને પદાધિકારીઓ બેસ્ટ સફાઈ એવોર્ડ લેવા પહોંચી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt