જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીનો પિતાના ઠપકાથી લાગી આવતા આપઘાત
જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના મેડિકલ કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલૂકાના વતની તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ઉછીતા પૈસા લેવાન
તબીબી વિદ્યાર્થીનો ફાઈલ ફોટો


જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના મેડિકલ કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલૂકાના વતની તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ઉછીતા પૈસા લેવાનો મામલો અને પિતાનો ઠપકો કારણ ભૂત હોવાનું સામે આવ્યું છે.

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વતની અને હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના મેડિકલ કેમ્પસના ક્વાર્ટર નંબર સી-21 ના રૂમ નંબર એકમાં રહેતા અને મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિવેક રણછોડભાઈ પરમાર નામના 20 વર્ષના તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

જે બનાવ અંગે મૃતકના પિતા રણછોડભાઈ ઝીણાભાઈ પરમાર દોડી આવ્યા હતા, અને પોલીસને જાણ કરી દેતાં સીટી બી. ડિવિઝનના પીએસઆઇ કે.એન.જાડેજા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તબીબી વિદ્યાર્થી યુવાને પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હતા, જે બાબતે ગઈકાલે ઉતેણે પોતાના પિતાને જાણ કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેથી તેને મનમાં લાગી આવ્યું હતું અને આત્મહત્યાનું? પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande