- પશુપાલન વ્યવસાય થકી મહિલાઓ આર્થિક રીતે સશક્ત બની: પશુપાલક વીજુબેન
રાજકોટ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં રિજનલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્રે થયેલા વિકાસથી ખેડૂતો અને પશુપાલકો સમૃદ્ધ બની રહ્યા છે.સહકારી ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા બદલ રાજકોટ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
આ તકે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આયોજિત, શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલ પશુપાલકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
પશુપાલન સાથે જોડાયેલ પરિવારો ખાસ કરીને મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થયું છે, દૂધની પુરતી કિંમત મળતા ગામડાની બહેનો પશુપાલન ક્ષેત્રે વધુ સક્રિય બની છે. જેનો શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. રાજકોટના જીયાણા ગામમાં રહેતા પશુપાલન સાથે સંકળાયેલા વીજુબેન મકવાણાના આ શબ્દો છે. વીજુબેન પાસે 1 ભેંસ અને બે ગાય છે, જેમાંથી દરરોજ 20 લિટર જેટલું દૂધ મળી રહે છે. દૂધ વેચવા જવા માટે વીજુબહેનને કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે ગામમાં આવેલી દૂધ મંડળી પુરતા ભાવ આપીને દૂધ ખરીદે છે.
અન્ય એક પશુપાલક જગદીશ ગાંગાણીએ પણ હરખભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખ્યું હતું.
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે દેશ સમૃદ્ધ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં કાર્યરત યોજનાઓથી પશુપાલકો અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. શ્રી જીયાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રેમજી વેકરીયાએ કહ્યું હતુ કે, 1999 થી નોંધાયેલ મંડળીમાં શરૂઆતમાં ફક્ત 35 લિટર જેટલું દૂધ આવતું હતુ. પરંતુ હાલ દરરોજ 1500 થી 1700 લીટર દૂધ આવે છે. આ દૂધ રાજકોટની ગોપાલ ડેરીમાં જાય છે. મંડળીમાં 250 જેટલા સભ્યો નોંધાયેલા છે. પશુપાલકોને 10 લાખનો વીમો પણ આપવામાં આવે છે. આ તકે પશુપાલકોએ સહકારી ક્ષેત્રને મજબૂત માળખું બનાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ