ઊંઝા કૉલેજમાં નવરાત્રી મહોત્સવ, ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક
મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમ.એચ. ગુરુ કોમર્સ કૉલેજમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી, જેમાં ઊંઝા કેળવણી મંડળના પ્
ઊંઝા કૉલેજમાં નવરાત્રી મહોત્સવ: ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક


ઊંઝા કૉલેજમાં નવરાત્રી મહોત્સવ: ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક


મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમ.એચ. ગુરુ કોમર્સ કૉલેજમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી, જેમાં ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની ભવ્યતા વધારી હતી.

કૉલેજના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ગરબા રમીને લોકસંસ્કૃતિને ઉજાગર કરી હતી. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી હાજરી અને સર્જનાત્મક વેશભૂષાએ સમગ્ર પરિસરને રંગીન બનાવી દીધો હતો. યુવતીઓએ ચણિયા-ચોળી સાથે અને યુવકોએ કેડિયા-ધોટી જેવા પરંપરાગત વસ્ત્રોમાં ગરબે ઘૂમીને સૌનું મન મોહી લીધું હતું.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માત્ર પરંપરા જાળવી રાખવાનો સંદેશ આપ્યો નહોતો, પણ એકતા અને ભક્તિભાવના પણ રજૂ કરી હતી. પ્રિન્સિપાલે પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે, નવરાત્રી ઉત્સવ માત્ર ભક્તિ અને આનંદનો જ તહેવાર નથી, પરંતુ તે સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક પણ છે.

આવી ઉજવણી વિદ્યાર્થીઓને સંસ્કૃતિ પ્રત્યે જોડે રાખે છે અને ભવિષ્ય માટે સકારાત્મક સંદેશ આપે છે. ઊંઝા કૉલેજનો આ નવરાત્રી મહોત્સવ સૌ માટે યાદગાર બની ગયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande