સમી તાલુકાના માત્રોટા ગામની આંગણવાડીમાં નવરાત્રિ પર્વની ધૂમધામથી ઉજવણી
પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)માત્રોટા ગામની આંગણવાડીમાં નવરાત્રિ પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન આંગણવાડી કાર્યકર બહેનો—ચાવડા રમીલાબેન, મીનાક્ષીબેન અને તેડાગર બેન સિંધવ પ્રવીણાબેન દ્વારા કરાયું હતું. ઉજવણી દરમિયાન નાના બાળકે રમૂજી
સમી તાલુકાના માત્રોટા ગામની આંગણવાડીમાં નવરાત્રિ પર્વની  ધૂમધામ ઉજવણી.


પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)માત્રોટા ગામની આંગણવાડીમાં નવરાત્રિ પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન આંગણવાડી કાર્યકર બહેનો—ચાવડા રમીલાબેન, મીનાક્ષીબેન અને તેડાગર બેન સિંધવ પ્રવીણાબેન દ્વારા કરાયું હતું.

ઉજવણી દરમિયાન નાના બાળકે રમૂજી ગીતો ગાઈને સૌના મન જીત્યા. ખાસ કરીને નાની બાલિકા સોમેશ્વર ઈશાની એ ગીત રજૂ કરીને હાજર રહેલા સૌની દિલ જીતી લીધું. બાળકલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો અને ઉજવણીને યાદગાર બનાવી.

આ પ્રસંગે બાળકોના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પોતાના બાળકોએ આપેલું પ્રદર્શન જોઈને ખૂબ જ આનંદ અનુભવ્યો. નવરાત્રિના પાવન પર્વે માતાજીના આશીર્વાદ સાથે આંગણવાડીએ સંસ્કાર અને સંસ્કૃતિનો સુંદર વારસો ઉજાગર કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande