અમરેલી, 27 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સનાળીયા ગામે વિકાસ કાર્યો અંગે વિશેષ બેઠક યોજાઈ. આ બેઠકમાં તાલુકાના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ વિસ્તારના ચાલુ અને આગામી વિકાસ કાર્યોની સમીક્ષા કરવાનો તથા ગામના લોકોને સીધો લાભ મળી રહે તે માટે જરૂરી ચર્ચા કરવાનો હતો.
બેઠક દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા અનેક જનહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ ગામના દરેક નાગરિક સુધી પહોંચાડવો અગત્યનો છે. ખાસ કરીને ગરીબી નિવારણ, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓના સશક્તિકરણ અને કૃષિ આધારિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપસ્થિત કાર્યકરોને સમજાવવામાં આવ્યું કે તેઓ ગામના દરેક ઘેર જઈને આ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરે, જેથી કોઈપણ હકદાર પરિવાર સહાયથી વંચિત ન રહે.
બેઠકમાં રસ્તા, પાણી, સ્વચ્છતા, વીજળી તથા શૈક્ષણિક સુવિધાઓના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી. ગ્રામજનોની માંગ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પ્રાથમિકતા કયા મુદ્દાઓને આપવી તે અંગે વિચારવિમર્શ થયો.
આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરોને પ્રોત્સાહિત કરતાં જણાવાયું કે વિકાસ કાર્યમાં સૌની ભાગીદારી જરૂરી છે. સરકાર-ગ્રામજન અને કાર્યકરો વચ્ચે સુમેળ જળવાઈ રહે તો જ વિસ્તારનું સમાન અને ઝડપી વિકાસ શક્ય બને છે.સનાળીયા ગામે યોજાયેલી આ બેઠક માત્ર વિકાસ કાર્યોની સમીક્ષા પૂરતી જ ન રહી, પરંતુ કાર્યકરોને જનહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai