પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)શારદીય નવરાત્રિ અનુષ્ઠાન – 2025 અંતર્ગત સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા ધામેચા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સુપર સ્પેશિયાલિટી આઈ કેમ્પનો શુભારંભ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ. મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
પૂજ્ય ભાઈશ્રીના માર્ગદર્શન હેઠળ સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા આયોજિત આ કેમ્પ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જેનાથી પોરબંદર જિલ્લાનાં નાગરિકોને વિશેષ લાભ મળશે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી તેમજ અગ્રણી અશોક મોઢા તેમજ સાંદિપની વિદ્યાનિકેતનના પ્રતિનિધિઓ, નિષ્ણાંત તબીબો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya